Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / વડોદરા : Violent attack on car driver over a common issue in Karelibag area

VIDEO: Vadodara | કારેલીબાગ વિસ્તારમાં સામાન્ય બાબતે કાર ચાલક પર હિંસક હુમલો

Timeછેલ્લું અપડેટ : 14 Mar 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : gstv

વડોદરાના કારેલીબાગ વિસ્તારમાં અસામાજિક તત્વોનો આતંક સામે આવ્યો છે. સંગમ ચાર રસ્તા પાસે માત્ર હોર્ન વગાડીને સાઈડ માંગવા જેવી સામાન્ય બાબતે 5 થી 7 શખ્સોના ટોળાએ એક કાર ચાલક યુવકને આંતરીને તેને બેફામ માર માર્યો હતો અને ગાડીના કાચ તોડી નાખ્યા હતા. જોકે, પોલીસે ગણતરીના કલાકોમાં જ હુમલાખોરોને ઝડપી પાડી કાયદાનું ભાન કરાવ્યું હતું.

App Store

શું હતી સમગ્ર ઘટના?

મળતી વિગતો અનુસાર, એક યુવક પોતાની કાર લઈને સંગમ ચાર રસ્તા તરફ જઈ રહ્યો હતો. આ દરમિયાન રસ્તામાં આગળ કેટલાક યુવકો પોતાના મોપેડ પર છુટ્ટા હાથે સ્ટંટબાજી કરતા ગફલતભરી રીતે વાહન હંકારી રહ્યા હતા. કાર ચાલકે સુરક્ષિત રીતે પસાર થવા માટે હોર્ન મારીને સાઈડ માંગી હતી. આટલી વાતમાં જ મોપેડ સવાર શખ્સો ઉશ્કેરાઈ ગયા હતા અને કાર ચાલક સાથે ગાળાગાળી કરી ગાડીને રસ્તામાં જ આંતરી હતી. જેવો કાર ચાલક યુવક નીચે ઉતર્યો, કે તરત જ 5 થી 7 અસામાજિક તત્વોનું ટોળું તેના પર તૂટી પડ્યું હતું. નાગેશ્વર સોસાયટી પાસે જાહેરમાં જ આ શખ્સોએ યુવકને મોઢાના ભાગે મુક્કા અને ગડદાપાટુનો ઢોર માર માર્યો હતો. આટલેથી ન અટકતા, હિંસક તત્વોએ કારના કાચ પણ તોડી નાખ્યા હતા. 

ઘટનાની જાણ થતા જ કુંભારવાડા પોલીસ મથકના PI સહિતનો સ્ટાફ તાત્કાલિક સ્થળ પર પહોંચી ગયો હતો. પોલીસને આવતા જોઈ હુમલાખોર ટોળું ત્યાંથી રફ્ફુચક્કર થઈ ગયું હતું. પોલીસે ઈજાગ્રસ્ત યુવકને સારવાર અને ફરિયાદ માટે પોલીસ મથકે ખસેડ્યો હતો. પોલીસે આ મામલે કડક વલણ અપનાવી ગણતરીના સમયમાં જ હુમલાખોર યુવકોને દબોચી લીધા હતા. જે અસામાજિક તત્વોએ જાહેરમાં આતંક મચાવ્યો હતો, તેમને  ઉઠક-બેઠક કરાવી કાયદાનું ભાન કરાવ્યું હતું.