VIDEO/ વડોદરાના પંચમ ત્રણ રસ્તા પાસે ભુવો પડતા ટ્રાફિક જામ
સોર્સ : GSTV
વડોદરાના વોર્ડ નંબર-6માં પંચમ ત્રણ રસ્તા નજીક ભૂવો પડતા હાલાકીના દ્રશ્યો જોવા મળ્યાં...રસ્તા વચ્ચે જ ભૂવો પડતા ટ્રાફિક વ્યવસ્થામાં અવરોધ ઉભો થયો હતો..સ્થાનિકોએ રોષ ઠાલવતા કહ્યું કે, માત્ર સજાવટ કરી રસ્તાની કામગીરી થતા આ સ્થિતિ થઈ છે...સ્થાનિકોએ સ્થાનિક ભાજપના તંત્ર સામે ભ્રષ્ટાચારના ગંભીર આક્ષેપ કર્યાં...સ્થાનિકોએ કહ્યું કે, આ વોર્ડની જનતા રામ ભરોસે છે જેથી તાત્કાલિક મરામત કરી જવાબદાર અધિકારીઓ સામે કાર્યવાહીની માગ કરી છે...

