VIDEO/ 11 મેના રોજ વડાપ્રધાનના હસ્તે વડોદરામાં સરદારધામનું કરાશે લોકાર્પણ
આગામી 11 મે 2026ના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે વડોદરામાં 150 કરોડના ખર્ચે નિર્મિત ડો. દુષ્યંત અને દક્ષા પટેલ સરદારધામ સંકુલનું લોકાર્પણ થવાનું છે, જે અંતર્ગત નડિયાદમાં મધ્ય ગુજરાતના પાટીદાર આગેવાનોની એક મહત્વની સંકલન બેઠક યોજાઈ હતી. પીપલગ ચોકડી સ્થિત લેઉવા પાટીદાર સમાજની વાડીમાં આયોજિત આ બેઠકમાં પૂર્વ ગૃહમંત્રી ગોરધન ઝડફિયા, ધારાસભ્ય પંકજ દેસાઈ અને ખેડા જિલ્લા ભાજપ પ્રમુખ નયનાબેન પટેલ સહિતના વરિષ્ઠ હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા. બેઠકનો મુખ્ય હેતુ વડાપ્રધાનના આ કાર્યક્રમમાં મધ્ય ગુજરાતમાંથી મહત્તમ સંખ્યામાં લોકો જોડાય તે માટે ટ્રાન્સપોર્ટેશન અને અન્ય આયોજન અંગે વિસ્તૃત ચર્ચા કરવાનો હતો. આ આધુનિક સંકુલ પાટીદાર સમાજના યુવાનો માટે શિક્ષણ અને સામાજિક ઉત્થાનના નવા દ્વાર ખોલશે, જેનું લોકાર્પણ સમગ્ર સમાજ માટે ગૌરવની ક્ષણ બની રહેશે.

