VIDEO: વડોદરામાં સરદારધામ-૩નું ભવ્ય લોકાર્પણના ઐતિહાસિક કાર્યક્રમમાં વડાપ્રધાન મોદી હાજરી આપશે
સોર્સ : gstv
સમાજ નિર્માણના સંકલ્પ સાથે વડોદરામાં સરદારધામ-૩નું ભવ્ય લોકાર્પણ થવાનું છે. આ ઐતિહાસિક કાર્યક્રમમાં દેશના વડાપ્રધાન મોદી હાજરી આપશે. પીએમ મોદી એરપોર્ટ રોડ પર રોડ શો પણ કરશે. મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ સહિત અનેક મહાનુભાવો હાજર રહેશે. 150 કરોડ રૂપિયાથી વધુના ખર્ચે 4 લાખ 75 સ્ક્વેર ફૂટ વિસ્તારમાં નિર્મિત સરદારધામ-3માં 2 હજાર વિદ્યાર્થીઓ માટે આધુનિક હોસ્ટેલ, UPSC-GPSC કોચિંગ, સ્કિલ ડેવલપમેન્ટ, આઈ-હબ સ્ટાર્ટઅપ સપોર્ટ, સ્પોર્ટ્સ એકેડમી, લાઇબ્રેરી અને કારકિર્દી માર્ગદર્શન જેવી અત્યાધુનિક સુવિધાઓ ઉપલબ્ધ રહેશે.કાર્યક્રમમાં ગુજરાતભરમાંથી ૨૫ હજારથી વધુ લોકો ઉપસ્થિત રહેવાની શક્યતા છે.

