Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / વડોદરા : System ready for PM Modi's possible visit in vadodara

VIDEO: વડોદરામાં PM મોદીની સંભવિત મુલાકાતને લઈ તંત્ર સજ્જ, મ્યુનિ. કમિશનરે સફાઈ કરી આપ્યો સ્વચ્છતાનો સંદેશ

Timeછેલ્લું અપડેટ : 06 May 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : gstv

વડાપ્રધાન નરેન્દ્ર મોદીની વડોદરાની સંભવિત મુલાકાત અને રોડ શોને લઈને સ્થાનિક તંત્ર એક્શન મોડમાં આવ્યું છે. મ્યુનિસિપલ કમિશનર અરુણ મહેશ બાબુ પોતે હાથમાં ઝાડુ લઈને રસ્તા પર ઉતરી આવ્યા હતા. વન વોર્ડ વન રોડ અભિયાન અંતર્ગત કમિશનરે પાલિકાના અન્ય ઉચ્ચ અધિકારીઓ સાથે મળીને વડાપ્રધાનના સંભવિત રૂટ પર સફાઈ કરી સ્વચ્છતાનો સંદેશ આપ્યો હતો.

App Store

આ અભિયાન દરમિયાન તેમણે સ્વાયત્ત સંસ્થાઓ, વિવિધ એસોસિયેશનના હોદ્દેદારો અને નાગરિકોને પણ આ ઉમદા કાર્યમાં જોડાવા પ્રોત્સાહિત કર્યા હતા અને શહેરને સ્વચ્છ રાખવા માટેના સંકલ્પ લેવડાવ્યા હતા. વહીવટીતંત્રની આ સક્રિયતાને કારણે શહેરમાં સ્વચ્છતા અભિયાનને વેગ મળ્યો છે.