Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / વડોદરા : VIDEO: Prime Minister Modi may come to Vadodara for the inauguration of 'Sardar Dham'

VIDEO: 'સરદાર ધામ'ના લોકાર્પણ માટે વડોદરા આવી શકે છે વડાપ્રધાન મોદી, વહીવટી તંત્ર સજ્જ

Timeછેલ્લું અપડેટ : 05 May 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : GSTV

વડોદરામાં આગામી 11 તારીખે વડાપ્રધાન નરેન્દ્ર મોદી 'સરદાર ધામ' ના લોકાર્પણ માટે પધારી શકે છે. વડાપ્રધાનની આ સંભવિત મુલાકાતને પગલે શહેરના વહીવટી તંત્રમાં ભારે દોડધામ જોવા મળી રહી છે. તૈયારીઓના ભાગરૂપે મ્યુનિસિપલ કમિશનર મહેશ બાબુએ હરણી એરપોર્ટથી લઈને હાઈવે સુધીના સમગ્ર રૂટની રૂબરૂ મુલાકાત લીધી હતી. આ નિરીક્ષણ દરમિયાન VMC, વુડા, જિલ્લા પંચાયત અને નેશનલ હાઈવે ઓથોરિટીના ઉચ્ચ અધિકારીઓ હાજર રહ્યા હતા. કમિશનરે ખાસ કરીને રસ્તાઓનું એન્જિનિયરિંગ વર્ક અને ડ્રેનેજની કામગીરીની ઝીણવટભરી સમીક્ષા કરી હતી. વધુમાં, શહેરમાં ચાલી રહેલા 'વન ડે વન રોડ' સફાઈ અભિયાનને હવે ઝોન વાઈઝ વધુ વેગવંતું બનાવી શહેરને ઝકઝકાટ કરવાની સૂચનાઓ આપવામાં આવી છે. વડાપ્રધાનના આગમનને આડે હવે ગણતરીના દિવસો બાકી છે ત્યારે તંત્ર કોઈ પણ કચાસ છોડવા માંગતું નથી.

App Store