VIDEO: વડોદરાના સયાજીગંજ ડેરિડેન સર્કલ પાસે પાઉભાજી-સેન્ડવિચની લારી પર બિલાડી બટાકા ખાતી હોવાનો વીડિયો વાયરલ
સોર્સ : gstv
વડોદરા શહેરના પોશ વિસ્તાર ગણાતા સયાજીગંજ ખાતે આવેલા ડેરિડેન સર્કલ પાસેની એક જાણીતી ખાણીપીણીની લારીનો ચોંકાવનારો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. આ વાયરલ વીડિયોમાં પાઉભાજી અને સેન્ડવિચ બનાવતી લારી પર ખુલ્લેઆમ એક બિલાડી બટાકા ખાતી નજરે પડી રહી છે, જેના કારણે ગ્રાહકોની સ્વાસ્થ્ય સાથે સીધા ચેડાં થતા હોવાના ગંભીર આક્ષેપો ઉઠ્યા છે. આ પ્રકારે રોડ પરની ખાણીપીણીની ચીજવસ્તુઓમાં ગંદકી અને બેદરકારી સામે આવતા લોકોમાં ભારે રોષ ફેલાયો છે. અવારનવાર આવી ઘટનાઓ સામે આવવા છતાં પાલિકાના ફૂડ વિભાગ દ્વારા કોઈ સઘન ચેકિંગ કે કડક કાર્યવાહી કરવામાં આવતી ન હોવાને કારણે તંત્રની કામગીરી સામે પણ મોટા સવાલો ઊભા થઈ રહ્યા છે.

