Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / વડોદરા : Video/ High voltage drama of a girl in Manjalpur, she climbed on a police vehicle

Video/ માંજલપુરમાં યુવતીનો હાઈવોલ્ટેજ ડ્રામા, પોલીસની ગાડી પર ચઢી જઈ મચાવ્યો ભારે હંગામો

Timeછેલ્લું અપડેટ : 16 Jan 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : gstv

સંસ્કારી નગરી વડોદરાના માંજલપુર વિસ્તારમાં ગત રાત્રીએ એક યુવતીએ જાહેરમાં ભારે ધમાલ મચાવતા ચકચાર ફેલાઈ ગઈ હતી. માંજલપુર તુલસીધામ પાસે બનેલી આ ઘટનાનો વીડિયો હાલ સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે.

App Store

શું હતી સમગ્ર ઘટના?

માંજલપુર તુલસીધામ મહાદેવ મંદિરની સામે એક યુવતીએ અચાનક જનરક્ષક 112 ની ઇમરજન્સી પોલીસ ગાડીને અટકાવી હતી. યુવતી એટલેથી જ ના અટકી, તે રોડ પર પોલીસ વાહનના બોનેટ અને છત પર ચઢી ગઈ હતી અને જોરજોરથી હંગામો કરવા લાગી હતી.

હંગામા પાછળનું કારણ

સ્થાનિક સ્તરે ચર્ચાઈ રહેલી માહિતી મુજબ યુવતીનો તેના પ્રેમી સાથે ઝઘડો થયો હોવાને કારણે તે ઉશ્કેરાઈ ગઈ હતી અને જાહેર માર્ગ પર તોફાને ચઢી હતી. યુવતી કોઈ માદક પદાર્થના નશામાં હોવાની ચર્ચાએ પણ જોર પકડ્યું છે.

પોલીસ પણ મૂંઝવણમાં

યુવતીના આ અણધાર્યા વર્તનને જોઈને સ્થળ પર હાજર પોલીસકર્મીઓ પણ એક તબક્કે વિમાસણમાં મુકાઈ ગયા હતા. જાહેરમાં મોટી સંખ્યામાં લોકોના ટોળા એકઠા થઈ ગયા હતા અને આ સમગ્ર ઘટનાનો વીડિયો કેમેરામાં કેદ કરી લીધો હતો જે હવે વાયરલ થયો છે.