Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / વડોદરા : Video/ Chaos in women's cricket tournament in Vadodara, players pull each other's hair

Video/ Vadodaraમાં મહિલા ક્રિકેટ ટુર્નામેન્ટમાં ઢીશુમ-ઢીશુમ, ખેલાડીઓએ એકબીજાના વાળ ખેંચીને નીચે પછાડ્યા 

Timeછેલ્લું અપડેટ : 24 Nov 2025
લાઇવ ટીવીGoogle News
સોર્સ : gstv

વડોદરાના નિઝામપુરા વિસ્તારમાં આયોજિત વિમેન્સ ક્રિકેટ ટુર્નામેન્ટ રવિવારે મારામારીના દંગલમાં ફેરવાઈ ગઈ હતી. એક મહિલા કાઉન્સિલર દ્વારા આયોજિત આ ક્રિકેટ મેચમાં હાર-જીતનો વિવાદ એટલો વધી ગયો કે મહિલા ખેલાડીઓ મેદાન પર જ એકબીજા સાથે બાખડી પડ્યા હતા.

App Store

હુરીયો બોલાવતા મામલો બિચક્યો

નિઝામપુરાના મેહસાણા રોડ નજીક આ ઘટના બની હતી. પ્રાપ્ત માહિતી મુજબ, મેચમાં હારી રહેલી ટીમનો વિજેતા ટીમના સમર્થકોએ હુરિયો બોલાવતા અને ચિચિયારીઓ પાડતા મામલો ગરમાયો હતો. હારી રહેલી ટીમના ખેલાડીઓ ગુસ્સે ભરાયા હતા, અને મેચની હાર-જીત જોતજોતામાં ઢીશુમ-ઢીશુમમાં પરિણમી ગઈ હતી. મહિલા ખેલાડીઓએ એકબીજાના વાળ ખેંચીને નીચે પછાડી દીધા હતા, જેના કારણે મેદાન પર અફરાતફરી મચી ગઈ હતી.

વીડિયો વાયરલ

સમગ્ર મારામારીની ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે, જેણે આયોજન અને રમતગમતની ભાવના પર સવાલ ઊભા કર્યા છે. આ મામલો વધુ ન વકરે તે માટે સ્થિતિ શાંત પાડવા માટે પોલીસની મદદ લેવામાં આવી હતી. ક્રિકેટના મેદાન પર ખેલાડીઓ વચ્ચે થયેલી આ મારામારીની ઘટનાએ વિસ્તારમાં ચર્ચા જગાવી છે.