Vadodara: નવાયાર્ડ વિસ્તારમાં અસામાજિક તત્વોનો ત્રાસ, જૂની અદાવતને કારણે ફરી થઈ બબાલ
વડોદરા શહેરના નવાયાર્ડ વિસ્તારમાં અસામાજિક તત્વોનો ત્રાસ ફરી એકવાર ચર્ચામાં આવ્યો છે. છેલ્લા 24 કલાકમાં સતત બીજી મારામારીની ઘટના બનતાં વિસ્તારમાં તંગદિલીનો માહોલ છે. આ ઘટનાનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થતાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ સામે સવાલો ઉભા થયા છે. જૂની અદાવતને કારણે બબાલ થઈ હોવાનું સામે આવ્યું છે.
નોંધનીય છે કે આ જ વિસ્તારમાં થોડા સમય અગાઉ એક્ટિવા ચાલક સાથે બબાલ થઈ હતી, જે બાદ મામલો શાંત પડ્યો હતો. ગત શનિવારે વિસ્તારના નાઝીમ ખાન પઠાણ પર હુમલો થયો હતો. આ હુમલા મામલે સહબાજ પઠાણ અને તેના બે સાગરીતો વિરુદ્ધ ફતેહગંજ પોલીસ મથકે પોલીસ ફરિયાદ નોંધવામાં આવી હતી. ગત રાત્રે ફરીથી આ હુમલાની અદાવતમાં બન્ને જૂથો સામસામે આવી ગયા હતા અને તેમની વચ્ચે જોરદાર તુતુ-મેમે થઈ હતી.
ગત રાત્રે થયેલી આ મારામારી અને તુતુ-મેમેનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. જોકે GSTV આ વાયરલ વીડિયોની પુષ્ટિ નથી કરતું.

