Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / વડોદરા : VIDEO: Attention Vadodara residents, Palaswada Gate will be closed due to technical work

VIDEO: વડોદરામાં રહેતા ધ્યાન આપે, ટેકનિકલ કામગીરીને કારણે બંધ રહેશે પલાસવાડા ફાટક

Timeછેલ્લું અપડેટ : 09 Apr 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : GSTV

વડોદરા-ડભોઇ રેલવે લાઇન પર આવેલું પલાસવાડા ફાટક ટેકનિકલ કામગીરીને કારણે બંધ રહેવાનું છે. રેલવે તંત્ર દ્વારા લેવાયેલા બ્લોકને કારણે 9 એપ્રિલ રાત્રે બાર  વાગ્યાથી 10 એપ્રિલ સવારે ચાર  વાગ્યા સુધી આ ફાટક પરથી અવર જવર સંપૂર્ણ બંધ રહેશે.

App Store

મુસાફરોને હાલાકી ન પડે તે માટે તંત્ર દ્વારા સુવિધા કરાઈ છે. જેમાં વડોદરાથી વાઘોડિયા થઈને ડભોઇ અથવા વડોદરાથી પોર થઈને ડભોઇ તરફ પ્રવાસ કરી શકાશે. રેલવે વિભાગે આ કામગીરી અંગે જિલ્લા કલેકટર અને જિલ્લા પોલીસ વડાને અગાઉથી જાણ કરી દીધી છે.