VIDEO: વડોદરા જિલ્લામાં કમોસમી વરસાદથી તૈયાર પાક પલળી ગયો, ખેડૂતોને મોટું નુકસાન
સોર્સ : GSTV
વડોદરાના સાવલી અને ડેસર તાલુકામાં બે દિવસ અગાઉ ખાબકેલા કમોસમી વરસાદથી ખેડૂતોના મોંમાં આવેલો કોળિયો છીનવી લીધો છે. ખેડૂતોએ ખેતરોમાં કાપીને તૈયાર રાખેલો તમાકુ અને અન્ય પાક વરસાદી પાણીમાં પલળી જતાં ખેડૂતો ભારે ચિંતામાં મુકાયા છે. ખાસ કરીને તમાકુનો પાક ભીનો થઈ જતાં તેની ગુણવત્તા બગડી છે, જેના કારણે હવે ખેડૂતોને ટેકાના ભાવ મળવાની આશા પણ ઠગારી નીવડી રહી છે.
કુદરતી આફત સામે લાચાર બનેલા "જગતના તાત"માં અત્યારે નિરાશાનો માહોલ છે. આ સ્થિતિમાં વહીવટી તંત્ર દ્વારા ખેતરોમાં તાત્કાલિક સર્વે કરવામાં આવે અને થયેલા નુકસાનનું યોગ્ય વળતર ચૂકવવામાં આવે તેવી ખેડૂતોએ માંગ કરી છે.

