CCTV: વડોદરામાં રફ્તારનો કહેર યથાવત; ડિવાઈડર કૂદીને કાર ઘરના કમ્પાઉન્ડની દીવાલમાં ઘુસી
સોર્સ : gstv
વડોદરા શહેરમાં રફ્તારનો કહેર યથાવત રહ્યો છે, જેમાં અકોટા વિસ્તારની અક્ષરધામ સોસાયટી પાસે એક સ્કોર્પિયો કારના ચાલકે બેફામ ગતિએ કાર હંકારી અકસ્માત સર્જ્યો હતો. ચાલકે સ્ટેયરિંગ પરથી કાબુ ગુમાવતા કાર ડિવાઈડર કૂદીને સીધી એક ઘરના કમ્પાઉન્ડની દીવાલ તોડી અંદર ઘૂસી ગઈ હતી. જોરદાર ધડાકાની સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ છે. અકસ્માત બાદ જે.પી. રોડ પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરી કાર ચાલકની અટકાયત કરી છે, જ્યારે કારમાં સવાર અન્ય લોકો સ્થળ પરથી ગાયબ થઈ ગયા હતા. હાલ પોલીસે આ મામલે વધુ તપાસ હાથ ધરી છે.

