VIDEO | Vadodara: નિઝામપુરામાં પાણી સંકટે ચડાવ્યો રાજકીય પારો; 'પાણી નહીં તો વોટ નહીં'ના લાગ્યા બેનરો
સોર્સ : gstv
વડોદરાના વોર્ડ નંબર-1માં સ્થાનિક સ્વરાજની ચૂંટણી પહેલા જ વિરોધના સૂર જોવા મળી રહ્યા છે. નિઝામપુરાની અસ્મિતા પાર્ક સહિતની સોસાયટીઓમાં પાણીની વિકટ સમસ્યાને લઈને રહીશોએ 'પાણી નહીં તો વોટ નહીં'ના બેનરો લગાવ્યા છે. ધારાસભ્ય કેયુર રોકડિયાના આશ્વાસન છતાં ઉકેલ ન આવતા રોષે ભરાયેલા લોકોએ ચૂંટણી બહિષ્કારની ચીમકી ઉચ્ચારી છે.

