Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / વડોદરા : Vadodara Trirangamay, thousands of people joined the Yatra

VIDEO: વડોદરા તિરંગામય, હજારો લોકો યાત્રામાં જોડાયા

Timeછેલ્લું અપડેટ : 14 Aug 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : gstv

વડોદરાના નવલખી મેદાનથી ભવ્ય તિરંગા યાત્રાનો પ્રારંભ થયો હતો, જેમાં ઉપમુખ્યમંત્રી હર્ષ સંઘવી હાથમાં તિરંગો લઈને પગપાળા જોડાયા હતા. યાત્રામાં NCC કેડેટ્સ, પોલીસ જવાનો, સામાજિક સંસ્થાઓ તેમજ શાળા-કોલેજના વિદ્યાર્થીઓ સહિત મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા. હર્ષ સંઘવીએ નાગરિકોને રાષ્ટ્રધ્વજનું સન્માન જાળવવા અને યુવાનોને નશાથી દૂર રહેવા અપીલ કરી હતી. યાત્રા દરમિયાન શહેરના વિવિધ વિસ્તારોમાં ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું અને ભારત માતાના જયઘોષથી માહોલ ગુંજી ઉઠ્યો હતો. હર્ષ સંઘવીએ ભારત માતાની મૂર્તિનું પૂજન અને આરતી કરી હતી, ત્યારે સમગ્ર વડોદરા શહેર દેશભક્તિના રંગે રંગાયું હતું.

App Store
ટોપિક્સ:GSTV NewsGujarati News