Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / વડોદરા : Vadodara/ System ready for appointment of Mayor-Deputy Mayor in Municipal Corporation

VIDEO: વડોદરા/ મહાનગરપાલિકામાં મેયર-ડેપ્યુટી મેયરની નિમણૂક માટે તંત્ર સજ્જ, સભાખંડ અને કચેરીઓનું નવિનીકરણ શરૂ

Timeછેલ્લું અપડેટ : 03 May 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : GSTV

વડોદરા મહાનગરપાલિકામાં હવે નવા મેયર અને ડેપ્યુટી મેયરની નિમણૂક માટે વહીવટી તંત્ર સજ્જ બન્યું છે. રાજ્ય સરકાર દ્વારા ગેઝેટ પ્રસિદ્ધ થયા બાદ મ્યુનિસિપલ કમિશનરના અધ્યક્ષસ્થાને પ્રથમ સામાન્ય સભા યોજાશે, જેમાં મેયર, ડેપ્યુટી મેયર અને સ્થાયી સમિતિના ૧૨ સભ્યોની વરણી કરવામાં આવશે. નવા સભાસદોના સ્વાગત માટે સભાખંડ અને કચેરીઓનું નવીનીકરણ યુદ્ધના ધોરણે ચાલી રહ્યું છે. ચૂંટાયેલા પ્રતિનિધિઓનો પાંચ વર્ષનો કાર્યકાળ પ્રથમ સભાથી શરૂ થશે, જ્યારે મેયર અને અન્ય પદાધિકારીઓની મુદત અઢી વર્ષની રહેશે. આ પ્રક્રિયા પૂર્ણ થયા બાદ નિયમ મુજબ સભ્યોને માનદવેતન અને વાહન જેવી સુવિધાઓ ફાળવવામાં આવશે.

App Store