VIDEO: વડોદરા મનપાએ અલગ અલગ વિભાગના કર્મચારીઓને વોકી-ટોકી ડિવાઈસ આપ્યા
સોર્સ : gstv
વડોદરા મહાનગરપાલિકાએ ચોમાસાની દરમિયાન કામગીરી વધુ ઝડપી અને અસરકારક બનાવવા મહત્વનો નિર્ણય લીધો છે. હવે મહાનગરપાલિકા કમિશનર સહિત અલગ અલગ વિભાગોના અધિકારીઓ વોકી-ટોકી ડિવાઈસનો ઉપયોગ કરશે...મોબાઈલ નેટવર્કની સમસ્યા, બેટરી ડાઉન અથવા સંપર્ક વિલંબ જેવી મુશ્કેલીઓને ધ્યાનમાં રાખીને આ વ્યવસ્થા અમલમાં મૂકવામાં આવી છે. વોકી-ટોકી દ્વારા અધિકારીઓ વચ્ચે સતત સંકલન જળવાઈ રહેશે અને પાણી ભરાવો, ડ્રેનેજ બ્લોકેજ, વૃક્ષો પડવા જેવી ઇમરજન્સી સ્થિતિમાં તાત્કાલિક નિર્ણય લઈ શકાશે....સેનેટરી ઇન્સ્પેક્ટર, ડ્રેનેજ, પાણી પુરવઠા વિભાગ સહિતના અધિકારીઓને ઉપકરણો આપવામાં આવ્યા છે. કંટ્રોલ રૂમ સાથે પણ સંકલન સ્થાપિત કરવામાં આવ્યું છે. આ પહેલથી નાગરિકોને વધુ સારી અને ઝડપી સેવા મળશે.

