VIDEO: વડોદરા: જમનાબાઈ હોસ્પિટલ કેમ્પસમાં કાર અડફેટે માસૂમનું મોત
સોર્સ : gstv
વડોદરાની જમનાબાઈ હોસ્પિટલના કેમ્પસમાં એક કરૂણ અકસ્માત સર્જાયો છે, જેમાં મહિલા તબીબની કાર નીચે આવી જતા ત્રણ વર્ષના માસૂમ બાળકનું મોત નિપજ્યું છે. સાબરકાંઠાના પોશીના તાલુકાના પીપળીયા ગામનો એક પરિવાર હોસ્પિટલ ઓવ્યા હતો.., ત્યારે તેમનો પુત્ર નિવેદ પરિસરમાં રમી રહ્યો હતો તે દરમિયાન ડો. ગુડિયા પ્રમોદ સિન્હાની કારના પૈડા બાળક પર ફરી વળ્યા હતા. મહિલા તબીબ બાળકને તાત્કાલિક એસએસજી હોસ્પિટલ લઈ ગયા હતા, જ્યાં ફરજ પરના તબીબોએ તેને મૃત જાહેર કર્યો હતો. આ ઘટનાથી પરિવારમાં ભારે શોક વ્યાપી ગયો છે.. જમનાબાઈ હોસ્પિટલના કેમ્પસમાં ઘટના છતાં બાળકને એસએસજી હોસ્પિટલ લઈ જવામાં આવતા મામલો ચર્ચાનો વિષય બન્યો.

