Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / વડોદરા : Vadodara: Bootleggers attack SMC team that went for raid

વડોદરાઃ દરોડા પાડવા ગયેલી SMCની ટીમ પર બુટલેગરોએ કર્યો હુમલો, પોલીસનું 2 રાઉન્ડ ફાયરિંગ

Timeછેલ્લું અપડેટ : 28 Dec 2024
લાઇવ ટીવીGoogle News
વડોદરાઃ દરોડા પાડવા ગયેલી SMCની ટીમ પર બુટલેગરોએ કર્યો હુમલો, પોલીસનું 2 રાઉન્ડ ફાયરિંગ
વડોદરાના દરજીપુરામાં દરોડા પાડવા ગયેલી SMCની ટીમ પર બુટલેગર અને તેના મળતિયાઓ દ્વારા હુમલો કર્યો હોવાના અહેવાલ પ્રાપ્ત થયા છે. બુટલેગરો દ્વારા દારૂનું કટિંગ થતું હતું એ સમયે જ મોડી રાત્રે 12.30 કલાકે બાતમીના આધારે smcએ દરોડા પાડ્યા હતા. આ દરમિયાન પોલીસ પર બુટલેગરોએ હુમલો કર્યો હોવાનું જાણવા મળ્યું છે.
App Store
 
આ હુમલામાં પોલીસ દ્વારા સ્વબચાવમાં 2 રાઉન્ડ ફાયરિંગ કરવામા આવ્યું હતું. ફાયરિંગની ઘટના બાદ 6થી 7 બુટલેગર નાસી છૂટ્યા હતા. 3 બુટલેગરની smcએ ધરપકડ કરી લીધી છે. 
 
આ ઉપરાંત એક ફોર્ચ્યુનર કાર અને એક કન્ટેનર પણ પોલીસ દ્વારા કબ્જે કરવામાં આવ્યું છે. અંદાજીત કુલ 60 લાખનો મુદ્દામાલ પોલીસે કબ્જે કર્યો છે. ઘટનામાં નાસી છૂટેલા કુખ્યાત બુટલેગર ઝુબેર શફી મેમણ સહિત અન્ય પાંચને વોન્ટેડ જાહેર કરવામા આવ્યા છે. તમામ આરોપી અને મુદ્દામાલ હરણી પોલીસ મથકને સોંપવામાં આવ્યો છે. 
 

આ પણ વાંચોઃ VIDEO: જુનાગઢના માંગરોળમાં સબસ્ટેશન સળગ્યું, સતત બ્લાસ્ટ થતા જોઈ લોકો હબકી ગયા

 
ઉલ્લેખનીય છે કે, 31 ડિસેમ્બર નજીક આવી રહી છે ત્યારે પોલીસવિભાગે સતત ચેકિંગ હાથ ધર્યું છે. એવામાં SMC દ્વારા કરાયેલી આ એક મોટી કાર્યવાહી ગણી શકાય.