Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / વડોદરા : Vadodara / A fight over a trivial matter turned violent

VIDEO: વડોદરા / નજીવી બાબતે થયેલા ઝઘડાએ હિંસક સ્વરૂપ ધારણ કર્યું, ઘટના CCTVમાં કેદ

Timeછેલ્લું અપડેટ : 08 May 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : gstv

વડોદરાના સેવાસી વિસ્તારમાં આવેલી અર્બન રેસીડેન્સીમાં ગતરોજ નજીવી બાબતે થયેલા ઝઘડાએ હિંસક સ્વરૂપ ધારણ કર્યું હતું. સોસાયટીમાં બેઠેલા યુવકો સાથે બોલાચાલી બાદ એક શખ્સે તેના 4 થી 5 સાથીઓને ધારદાર હથિયારો સાથે બોલાવી લીધા હતા. આ ટોળકીએ સોસાયટીમાં ઘૂસીને યુવકો પર હુમલો કરતા ભારે અફરાતફરી મચી ગઈ હતી. સમગ્ર ઘટનાના CCTV ફૂટેજ પણ સામે આવ્યા છે, જેમાં ઈમારતની લિફ્ટ પાસે કેટલાક શખ્સો આતંક મચાવતા સ્પષ્ટ દેખાય છે. સ્થાનિકોનો આક્ષેપ છે કે આ આરોપી અગાઉ પણ અનેકવાર ઝઘડા કરી ચુક્યો છે અને વારંવાર પોલીસ ફરિયાદ કરવા છતાં કોઈ કડક પગલાં લેવાયા નથી.  

App Store