VIDEO: વલસાડમાં વહેલી સવારથી કમોસમી કે અણધાર્યા વરસાદી માહોલથી વાતાવરણમાં પ્રસરી ઠંડક
સોર્સ : gstv
વલસાડ જિલ્લામાં આજરોજ વહેલી સવારથી જ વરસાદી માહોલ જામ્યો છે. શહેરના હાલર રોડ, આઝાદ ચોક, ભાગડાવાડા, તિથલ રોડ તેમજ કોસંબા ગામ સહિતના વિવિધ વિસ્તારોમાં સવારથી જ વરસાદ વરસી રહ્યો છે. અચાનક શરૂ થયેલા આ વરસાદને કારણે આખી વહેલી સવારના વાતાવરણમાં ભારે ઠંડક પ્રસરી ગઈ છે, જેનાથી લોકોને અસહ્ય ગરમી અને ઉકળાટમાંથી મોટી રાહત મળી છે. બીજી તરફ, આ કમોસમી વરસાદથી ખેતી પાકો પર અસરની વચ્ચે પણ સ્થાનિક ખેડૂતોમાં વરસાદી માહોલને લઈને ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે.

