VIDEO: ભાયલીમાં બેફામ કારચાલકે અનેક વાહનોને મારી ટક્કર, અકસ્માતના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા
સોર્સ : gstv
વડોદરાના ભાયલી વિસ્તારમાં નવરચના યુનિવર્સિટી નજીક કારચાલકે અનેક વાહનોને અડફેટે લેવાની ઘટના સામે આવી છે. કારમાં સવાર યુવકો નશાની હાલતમાં હોવાની ચર્ચા છે. કારચાલકે સ્ટિયરિંગ પરથી કાબૂ ગુમાવતા રસ્તા પર પાર્ક કરેલાં અનેક વાહનોને જોરદાર ટક્કર મારી હતી. આ અકસ્માતમાં અનેક વાહનોને ભારે નુકસાન થયું છે. સમગ્ર ઘટનાના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા હોવાનું જાણવા મળી રહ્યું છે. અકસ્માત સર્જાયા બાદ કારચાલક ઘટનાસ્થળેથી ફરાર થઈ ગયો હતો. કારચાલકનું નામ મોક્ષ ચંદેલ હોવાનું અને તે માંજલપુરનો રહેવાસી હોવાનું જાણવા મળ્યું છે

