VIDEO: વડોદરાના ગોત્રીમાં નેજા યાત્રા દરમિયાન કરંટ લાગવાથી ગંભીર રીતે દાઝેલા યુવકનું કરુણ મોત
સોર્સ : gstv
વડોદરાના ગોત્રી હરિનગરમાં ગત અઠવાડિયે રામાપીરના નેજા લઈ જતી વખતે બનેલી કરંટની ઘટનામાં ગંભીર રીતે દાઝેલા એક યુવકનું મોત થયુ છે...રામાપીરના નેજા યાત્રા દરમિયાન હાઈટેન્શન વાયર અડી જતાં બે યુવાનો ગંભીર રીતે દાઝી ગયા હતા, જેમને તાત્કાલિક સારવાર અર્થે ગોત્રી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. આ અકસ્માતમાં ગંભીર રીતે દાઝી ગયેલા પિયુષ બજાણીયા નામના યુવકનું આજે સારવાર દરમિયાન કરુણ મોત નીપજ્યું છે. હોસ્પિટલમાં સારવાર દરમિયાન યુવકે દમ તોડી દેતાં પરિવાર પર આભ તૂટી પડ્યું છે અને પરિવારજનોમાં અરેરાટી સાથે ભારે શોકનો માહોલ છવાઈ ગયો છે.

