VIDEO: વડોદરાના સયાજીગંજમાં ટ્રાફિક પોલીસની કાર્યવાહી: ૭૦થી વધુ રિક્ષાઓ ડિટેઈન કરાઈ
સોર્સ : gstv
વડોદરાના સયાજીગંજ રેલવે સ્ટેશન અને કડક બજાર વિસ્તારમાં ટ્રાફિક પોલીસે આડેધડ પાર્ક થતી રિક્ષાઓ વિરુદ્ધ વિશેષ અભિયાન ચલાવવામાં આવી, જે હેઠળ 70થી વધુ રિક્ષાઓ ડિટેઈન કરી છે, જેના કારણે રિક્ષાચાલકોમાં ભારે રોષ જોવા મળ્યો છે...રિક્ષા યુનિયને આક્ષેપ કર્યો છે કે વર્ષ ૨૦૨૨-૨૩થી તંત્ર સમક્ષ સ્ટેન્ડ ફાળવવા રજૂઆત કરાઈ હોવા છતાં સ્ટેશન જેવા વ્યસ્ત હબ પર આજદિન સુધી કોઈ વ્યવસ્થા કરવામાં આવી નથી. દૈનિક હજારો મુસાફરોની અવરજવર વાળા આ વિસ્તારમાં સ્ટેન્ડ હોવું અનિવાર્ય છે. જોકે, પોલીસે માત્ર લાયસન્સ, વીમા વગરની અને ભયજનક રીતે દોડતી રિક્ષાઓ સામે જ આ દંડાત્મક કાર્યવાહી હાથ ધરી હોવાનું જણાવ્યું છે.

