VIDEO: વડોદરાના હરણી વિસ્તારમાં અસામાજિક તત્વોનો ત્રાસ, વેપારી પર ઘાતક હથિયારોથી હુમલો
સોર્સ : gstv
વડોદરા શહેરના હરણી રોડ પર આવેલ શ્રીજી માર્કેટમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ સામે ગંભીર સવાલો ઉભા થયા છે. માર્કેટની બહાર બેસીને નશો કરતા અસામાજિક તત્વોને રોકવા બાબતે વેપારી ધર્મેશ પરદેશી સાથે બોલાચાલી થઈ હતી. જેની અદાવત રાખીને ૨૫ થી ૩૦ લોકોનું ઉશ્કેરાયેલું ટોળું ધારિયા અને લાકડી જેવા ઘાતક હથિયારો સાથે દુકાન પર તૂટી પડ્યું હતું. આ અચાનક થયેલા જીવલેણ હુમલામાં વેપારી ધર્મેશ પરદેશી સહિત અન્ય બે વ્યક્તિઓને ગંભીર ઇજાઓ પહોંચી હતી. આ સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં સ્પષ્ટપણે કેદ થઈ ગઈ છે. ઘટનાની જાણ થતાં જ આસપાસના લોકો એકત્રિત થઈ જતા હુમલાખોરો ફરાર થઈ ગયા હતા. હાલ કુંભારવાડા પોલીસે ગુનો નોંધીને તમામ આરોપીઓની ધરપકડ કરવા માટેના ચક્રો ગતિમાન કર્યા છે અને વધુ તપાસ હાથ ધરી છે.

