VIDEO: વડોદરાના માંજલપુર વિસ્તારમાં આવેલી સોસાયટીમાં મોડી રાત્રે ચોરીના ઇરાદે ઘૂસેલા ત્રણ શખ્સો સીસીટીવીમાં કેદ
સોર્સ : gstv
વડોદરાના માંજલપુર વિસ્તારમાં ફરી એકવાર ચોરીના પ્રયાસની ઘટના સામે આવી છે. પાર્થભૂમિ-2 સોસાયટીમાં મોડી રાત્રે ત્રણ શખ્સો બાઇક લઈને ચોરીના ઇરાદે ઘૂસ્યા હતા. જોકે ઘરના લોકો જાગી જતા ચોરો સ્થળ પરથી ફરાર થઈ ગયા હતા. સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ છે, જેમાં ત્રણેય શખ્સોની હિલચાલ સ્પષ્ટ જોવા મળી રહી છે. ઘટનાને પગલે સ્થાનિકોમાં ભયનો માહોલ ફેલાયો છે અને રાત્રિ દરમિયાન સુરક્ષાને લઈને ચિંતા વધી છે. સાથે જ પોલીસ પેટ્રોલિંગની કામગીરી સામે પણ અનેક સવાલો ઊભા થયા છે. હાલ સમગ્ર મામલે પોલીસ તપાસ શરૂ કરી સીસીટીવીના આધારે આરોપીઓને શોધવાના પ્રયાસો હાથ ધર્યા છે.

