Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / વડોદરા : A mob of 25 to 30 people fatally attacked a trader on Harani Road in Vadodara!

VIDEO: વડોદરાના હરણી રોડ પર વેપારી પર ૨૫ થી ૩૦ લોકોના ટોળાનો જીવલેણ હુમલો!

Timeછેલ્લું અપડેટ : 25 Jul 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : gstv

વડોદરાના હરણી રોડ પર આવેલ શ્રીજી માર્કેટમાં અસામાજિક તત્વોના ત્રાસ સામે વિરોધ નોંધાવતા વેપારી પર જીવલેણ હુમલો થવાની ગંભીર ઘટના સામે આવી છે. નશો કરવાની ના પાડતા અદાવત રાખીને ઉશ્કેરાયેલા ૨૫ થી ૩૦ લોકોના ટોળાએ ધારિયા અને લાકડી જેવા ઘાતક હથિયારો સાથે ધર્મેશ પરદેશી નામના વેપારીની દુકાન પર તૂટી પડી હુમલો કર્યો હતો. આ હિંસક હુમલામાં વેપારી ધર્મેશ પરદેશી સહિત અન્ય બે વ્યક્તિઓ ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા છે. ઘટનાને પગલે આસપાસના લોકો એકત્ર થઈ જતાં હુમલાખોરો સ્થળ પરથી ફરાર થઈ ગયા હતા. સમગ્ર ઘટના અંગે કુંભારવાડા પોલીસે ગુનો નોંધીને ફરાર અસામાજિક તત્વોને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા છે.

App Store
ટોપિક્સ:GSTV NewsGujarati News