VIDEO: વડોદરાના ગાજરાવાડીમાં પાણીની લાઇનમાં ભંગાણથી હજારો લિટર પાણી વેડફાયું
સોર્સ : gstv
વડોદરાના ગાજરાવાડી પાણીની ટાંકી પાસે પીવાના પાણીની લાઈનમાં ભંગાણ સર્જાતા હજારો લિટર પાણી વહી ગયું હતું. સ્થાનિકોના આક્ષેપ મુજબ, પાલિકાની કામગીરી દરમિયાન લાઈનમાં ભંગાણ સર્જાયું છે. ગાજરાવાડી અને આસપાસના વિસ્તારોમાં છેલ્લા કેટલાય મહિનાઓથી દૂષિત પાણીની સમસ્યા હોવાના આક્ષેપો થઈ રહ્યા છે. આવી સ્થિતિ વચ્ચે પાણીની લાઈનમાં ભંગાણ સર્જાતા પાલિકાની કામગીરી સામે સવાલો ઉઠ્યા છે. સ્થાનિકોનો આક્ષેપ છે કે જવાબદાર અધિકારીઓની બેદરકારી અને કોન્ટ્રાક્ટરોની કામગીરીને કારણે સમસ્યા વકરી રહી છે. પાણીની લાઈનમાં ભંગાણના કારણે ગટરનું પાણી પીવાના પાણીમાં ભળવાની પણ સ્થાનિકો દ્વારા ચિંતા વ્યક્ત કરવામાં આવી છે. રોગચાળાની સ્થિતિ વચ્ચે તંત્ર દ્વારા કાયમી ઉકેલ લાવવા માંગ ઉઠી છે.

