VIDEO: વડોદરા પાંજરાપોળની જમીન વિવાદ મામલે સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સહિતના તંત્રોને ફટકારી નોટિસ
સોર્સ : gstv
વડોદરાના હરણી ગામમાં પાંજરાપોળની 38હજાર 757 ચોરસ મીટર જમીનનો વિવાદ હવે સુપ્રીમ કોર્ટ સુધી પહોંચ્યો છે. પાંજરાપોળનો આરોપ છે કે તેમની જમીનનો એરફોર્સ અને નેશનલ હાઇવે ઓથોરિટી દ્વારા કાયદેસર સંપાદન કર્યા વિના ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. વર્ષ 2016ના સર્વેમાં જમીનનો ઉપયોગ થતો હોવાનું સામે આવ્યું હોવાનો દાવો પણ કરવામાં આવ્યો છે.પાંજરાપોળ દ્વારા જમીન પરત આપવા અથવા કાયદેસર સંપાદન કરીને યોગ્ય વળતર ચૂકવવા માટે વારંવાર રજૂઆતો કરવામાં આવી હતી. જોકે, ગુજરાત હાઇકોર્ટે માલિકી પૂરતા પ્રમાણમાં સાબિત ન થતા અરજી ફગાવી દીધી હતી.હવે આ ચુકાદાને પડકારતી વિશેષ અનુમતિ અરજી પર સુપ્રીમ કોર્ટમાં સુનાવણી થઈ છે. સુપ્રીમ કોર્ટે કેન્દ્ર, એરફોર્સ, નેશનલ હાઈવે ઓથિરિટી અને ગુજરાત સરકારના અધિકારીઓને નોટિસ ફટકારી છે. કેસની આગામી સુનાવણી 9 ઓક્ટોબરે થશે.

