Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / વડોદરા : The Chief Minister inaugurated Pratanagar Railway Station equipped with modern facilities

VIDEO: આધુનિક સુવિધા સજ્જ પ્રતાનગર રેલવે સ્ટેશનનું મુખ્યમંત્રીએ ઉદ્ઘટાન કર્યું

Timeછેલ્લું અપડેટ : 17 Jul 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : gstv

મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે વડોદરાના પ્રતાપનગર રેલવે સ્ટેશન ખાતે અમૃત ભારત રેલવે સ્ટેશન યોજના અંતર્ગત તૈયાર થયેલા સ્ટેશનનું લોકાર્પણ કર્યું હતું. જોકે, માંજલપુર વિધાનસભાની પેટાચૂંટણીને પગલે આદર્શ આચારસંહિતા અમલમાં હોવાથી સમગ્ર કાર્યક્રમ અત્યંત સાદગીપૂર્વક યોજાયો હતો.  કોઈપણ પ્રકારના રાજકીય ભાષણો, જાહેર સભા કે ભવ્ય ઉજવણી વગર મુખ્યમંત્રીએ માત્ર લોકાર્પણની વિધિ પૂર્ણ કરી હતી. પ્રતાપનગર રેલવે સ્ટેશનને મુસાફરોને વધુ આધુનિક અને સુવિધાસભર સેવાઓ મળી રહે તે માટે અમૃત ભારત સ્ટેશન યોજના હેઠળ વિવિધ સુવિધાઓથી સજ્જ કરવામાં આવ્યું છે. હવે પ્રતાપનગર સ્ટેશન પર મુસાફરોને વધુ સારી અને આધુનિક સુવિધાઓનો લાભ મળશે. મુખ્યમંત્રીની આ મુલાકાત દરમિયાન સુરક્ષાનો ચુસ્ત બંદોબસ્ત પણ ગોઠવવામાં આવ્યો હતો.

App Store