Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ભારત : Emphasis on self-reliance and modernization in agriculture sector

VIDEO: કૃષિ ક્ષેત્રમાં આત્મનિર્ભરતા અને આધુનિકીકરણ પર ભાર

Timeછેલ્લું અપડેટ : 08 Jul 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : GSTV

દિલ્હીમાં આયોજિત ૧૭મી એગ્રીકલ્ચર લીડરશિપ કોન્કલેવ ૨૦૨૬માં કેન્દ્રીય સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહે મુખ્ય અતિથિ તરીકે હાજરી આપી હતી. આ કોન્કલેવમાં કૃષિ ક્ષેત્રના નિષ્ણાતો, નીતિ નિર્ધારકો અને ખેડૂતો એકત્રિત થયા હતા, જેનો મુખ્ય ઉદ્દેશ્ય ભારતીય કૃષિને વૈશ્વિક સ્તરે વધુ સક્ષમ અને આધુનિક બનાવવાનો છે.પોતાના સંબોધનમાં રાજનાથ સિંહે ખેડૂતોના અથાગ પરિશ્રમની પ્રશંસા કરતા જણાવ્યું હતું કે, દેશની ખાદ્ય સુરક્ષામાં ખેડૂતોનું યોગદાન અમૂલ્ય છે. તેમણે કૃષિમાં ટેકનોલોજીના ઉપયોગ, સ્માર્ટ ફાર્મિંગ અને કૃષિ-ઉદ્યોગ સાહસિકતાને પ્રોત્સાહન આપવા પર વિશેષ ભાર મૂક્યો હતો. મંત્રીએ ભારપૂર્વક કહ્યું હતું કે, ભારત જે રીતે સંરક્ષણ ક્ષેત્રે આત્મનિર્ભર બનવાનો હતો , તેવી જ રીતે કૃષિ ક્ષેત્રે પણ આત્મનિર્ભર ભારત'ના લક્ષ્યને પ્રાપ્ત કરવું અનિવાર્ય હતું . આ કોન્કલેવ દ્વારા કૃષિ ક્ષેત્રે રોકાણ વધારવા અને ખેડૂતોની આવક બમણી કરવા માટેની નવી દિશાઓ પર પણ મંથન કરવામાં આવ્યું હતું.

App Store