VIDEO: લોટની ઘંટીમાં બિલાડી મોઢું મારતી દેખાઈ, ગ્રાહકે વીડિયો બનાવી વાયરલ કર્યો
સોર્સ : gstv
વડોદરાના છાણી વિસ્તારમાં આવેલી જય સ્વામિનારાયણ કાઠિયાવાડી ભોજનાલયનો એક વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. ગ્રાહક દ્વારા ઉતારવામાં આવેલા વીડિયોમાં લોટ દળવાની ઘંટીમાં બિલાડી મોઢું મારતી જોવા મળી રહી હોવાનો દાવો કરવામાં આવ્યો છે. વીડિયોમાં લોકો માટે ભોજન તૈયાર કરવામાં આવતા લોટમાંથી બિલાડી ખાતી હોવાના દ્રશ્યો પણ જોવા મળ્યા હોવાનો દાવો છે. આ વીડિયો સામે આવ્યા બાદ રેસ્ટોરન્ટની સ્વચ્છતા અને ખાદ્ય સુરક્ષાને લઈને સવાલો ઉઠ્યા છે. લોકોના આરોગ્ય સાથે ચેડા થતો હોવાના આક્ષેપ વચ્ચે હવે વડોદરા પાલિકાના ફૂડ વિભાગ દ્વારા શું કાર્યવાહી કરવામાં આવે છે તે જોવું રહ્યું. જોકે, વાયરલ વીડિયોની સ્વતંત્ર પુષ્ટિ થઈ નથી.

