VIDEO: ચાંદીપુરા વાયરસનો ભયાનક આતંક: ૩ વર્ષના માસુમનું કરૂણ મોત, ૧૨ બાળકો હોસ્પિટલમાં ભર્તી!
સોર્સ : gstv
જામનગરની જી.જી. હોસ્પિટલમાં ચાંદીપુરા વાયરસના શંકાસ્પદ લક્ષણો સાથે ૧૨ બાળકોને દાખલ કરાતાં સમગ્ર રાજ્યમાં ભારે ચિંતાનો માહોલ સર્જાયો છે. ધ્રોલના રાજપરા ગામના માત્ર ૩ વર્ષના બાળકનો ચાંદીપુરા રિપોર્ટ પોઝિટિવ આવ્યા બાદ ૧૦મી તારીખે કરૂણ મોત નિપજ્યું હતું, જ્યારે આ વાયરસથી અત્યાર સુધીમાં અન્ય ૮ દર્દીઓ પોતાના જીવ ગુમાવી ચૂક્યા છે. તાવ, ઉલટી, લો શુગર અને ખેંચ જેવા ગંભીર લક્ષણો સાથે માસુમ બાળકો જીવ ગુમાવી રહ્યા હોવા છતાં આરોગ્ય તંત્ર નિષ્ક્રિય હોવાનો આક્રોશ વ્યાપ્યો છે. હોસ્પિટલના તબીબ ડો. સોનલ શાહના જણાવ્યા મુજબ, હાલ કેટલાક દર્દીઓની સ્થિતિ સુધારા પર છે અને ૧૧ રિપોર્ટ નેગેટિવ આવ્યા છે, છતાં બાળકોના ઉપરાછાપરી થતાં મોત સામે તંત્ર દ્વારા તાત્કાલિક અસરકારક પગલાં લેવાય તે અત્યંત જરૂરી બન્યું છે.

