Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / વડોદરા : Tanker full of liquor shows different FASTag at each toll booth

ગુજરાતમાં નશાનો સામાન ઘુસાડવાનો સ્માર્ટ કીમિયો, દારૂ ભરેલા ટેન્કરે દરેક ટોલનાકે બતાવ્યો અલગ ફાસ્ટેગ

Timeછેલ્લું અપડેટ : 31 Oct 2024
લાઇવ ટીવીGoogle News
ગુજરાતમાં નશાનો સામાન ઘુસાડવાનો સ્માર્ટ કીમિયો, દારૂ ભરેલા ટેન્કરે દરેક ટોલનાકે બતાવ્યો અલગ ફાસ્ટેગ

ગુજરાતમાં દારૂ પર પ્રતિબંધ છે. ત્યારે હરિયાણા, રાજસ્થાન તેમજ અન્ય રાજ્યોમાંથી ગુજરાતમાં દારૂનો જથ્થો ઠાલવવા માટે પોલીસની નજરથી બચવા માટે દારૂ માફિયાઓ દ્વારા નત નવા કીમિયા અપનાવવામાં આવે છે. ત્યારે પોલીસ દારૂ ભરેલું વાહન ટ્રેક ન કરી શકે તે માટે હવે એક જ વાહનમાં દરેક ટોલ નાકા પર અલગ  અલગ ફાસ્ટેગનો ઉપયોગ કરવામાં આવતો હોવાના કૌભાંડનો પર્દાફાશ થયો છે.

App Store

ચોંકાવનારી હકીકત સામે આવી

બે દિવસ અગાઉ રાજસ્થાન પાસીંગનું એક એલપીજી ટેન્કર જરોદ હાઇવે પર કીચું ચોકડી પાસેથી જિલ્લા પોલીસે ઝડપી ડ્રાઇવર જોગારામ કાલુરામ જાટની ધરપકડ કરી હતી. ટેન્કરની અંદરથી 76.13 લાખની કિંમતની વિવિધ બ્રાન્ડની દારૂની પેટીઓ ઝડપી પાડી હતી. પોલીસે દારૂનો જથ્થો તેમજ ટેન્કર કબજે કર્યું હતું. તે સમયે ટેન્કરની કેબીનમાંથી 29 ફાસ્ટ મળી આવ્યા હતા. આટલી મોટી સંખ્યામાં મળેલી ફાસ્ટની ઊંડી તપાસમાં ચોંકાવનારી વિગતો બહાર આવી છે.

નવી મોડસ ઓપરેન્ડી

દારૂ માફિયાઓ દ્વારા પોલીસને ગેરમાર્ગે દોરવા માટે નવી ટેકનિક અપનાવવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે. બાતમીદાર દ્વારા દારૂ ભરેલા વાહનનો નંબર પોલીસને આપવામાં આવે છે. જેથી તે નંબરના વાહન પર લેવાયેલી ફાસ્ટેગ પોલીસ દ્વારા ટ્રેસ કરવામાં આવતી હોય છે. પરંતુ વાહન એક જ જ્યારે દરેક ટોલનાકા પર અલગ અલગ ફાસ્ટેગનો ઉપયોગ પોલીસને પણ ગોળ ગોળ ફેરવી દે છે. પોલીસને જાણવા મળ્યું હતું કે, દરેક ટોલનાકા પરથી ટેન્કરને પાસ કરવા માટે અલગ-અલગ ફાસ્ટેગનો ઉપયોગ કરવામાં આવતો હતો. પોલીસની આંખમાં ધૂળ નાખવામાં આવી હતી. એક જ વાહનમાં અલગ અલગ ફાસ્ટેગનો ઉપયોગ કરી ને હરિયાણાથી દારૂનો જથ્થો ગુજરાતમાં ઘુસાડવાની નવી મોડસ ઓપરેન્ડીથી પ્રથમ વખત પોલીસની જાણમાં આવી છે. પોલીસે કબ્જે કરેલી 29 ફાસ્ટેગનો હવે અભ્યાસ કરવામાં આવી રહ્યો છે.

ચાર રાજ્યોમાંથી નીકળી ટેન્કર ગુજરાત આપ્યો

હરિયાણાના દારૂ માફિયાએ હાઇવે પર જ ચાવી અંદર રાખેલા એલપીજી ટેન્કર ડ્રાઇવરના હવાલે કરી હતી. સાથે જરૂરી સૂચનાઓ આપી હતી. જે મુજબ ડ્રાઇવર હરિયાણાથી ટેન્કર લઈને ચાર રાજ્યો ખુંદીને ગુજરાતની હદમા પ્રવેશ્યો હતો. તેણે પોલીસને કહ્યું હતું કે, ટેન્કર લઈને હું ભીવાની, દિલ્હી, લખનૌ, આગ્રા, ઝાંસી, ગ્વાલિયર, ઈન્દૌર, જામવા, દાહોદ, ગોધરા અને હાલોલ થઈને આવ્યો હતો.