VIDEO: 'અમારા ઉમેદવારનો મત કોઈ બીજી વ્યક્તિએ આપી દીધો', વડોદરા કોંગી પ્રમુખનો આક્ષેપ
સોર્સ : gstv
વડોદરા શહેર કોંગ્રેસ પ્રમુખ ઋત્વિજ જોષી આજે EVM સ્ટ્રોંગ રૂમની મુલાકાતે પહોંચ્યા હતા અને ચૂંટણી તંત્રની કામગીરી સામે ગંભીર સવાલો ઉઠાવ્યા હતા. તેમણે આક્ષેપ કર્યો હતો કે ગઈકાલે મતદાન દરમિયાન વોર્ડ-9 ના કોંગ્રેસના ઉમેદવાર મીનાબેન વસાવા જ્યારે વોર્ડ-11 ની ડી.આર. અમીન સ્કૂલ ખાતે મતદાન કરવા ગયા, ત્યારે જાણવા મળ્યું કે તેમનો વોટ પહેલેથી જ કોઈએ આપી દીધો હતો.
મળતી માહિતી મુજબ, મતદાન પત્રકના રેકોર્ડમાં મીનાબેનના નામ સામે અંગૂઠાનું નિશાન અને લાલ સહી જોવા મળતા ખુદ ઉમેદવાર સ્તબ્ધ થઈ ગયા હતા. ઋત્વિજ જોષીએ આને બોગસ મતદાન ગણાવીને વોર્ડ-11માં ફરીથી ચૂંટણી યોજવાની માંગ કરી છે. જોકે, તેમણે આત્મવિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે આ વખતે શહેરમાં પરિવર્તન આવશે અને વડોદરા મહાનગરપાલિકામાં કોંગ્રેસનું બોર્ડ બનશે.

