Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / વડોદરા : Scenes of violence broke out during the procession on the occasion of Mahashivratri.

VIDEO: વડોદરામાં મહાશિવરાત્રીના પર્વ પર શોભાયાત્રામાં સર્જાયા મારામારીના દ્રશ્યો

Timeછેલ્લું અપડેટ : 26 Feb 2025
લાઇવ ટીવીGoogle News

દેશભરમાં આજે દેશવાસીઓ દ્વારા મહાશિવરાત્રીના પર્વની આનંદ અને ઉત્સાહ પૂર્વક ઉજવણી કરવામાં આવી હતી. ત્યારે વડોદરામાં શિવજી કી સવારીની શોભાયાત્રા કાઢવામાં આવી હતી જેમાં મારામારીના દ્રશ્યો સર્જાયા હતા. આ યાત્રામાં કેટલાક શખ્સો વચ્ચે છુટા હાથની મારામારીના દ્રશ્યો સર્જાયા હતા જેનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે.

App Store

માંડવી રોડ પર આ ઘટના બની હતી જેમાં શોભાયાત્રા શાંતિથી પસાર થઈ રહી હતી તે દરમિયાન યુવકોના ટોળા વચ્ચે બબાલ થઈ હતી. જો કે પોલીસની હાજરી હોવાથી પોલીસે ગણતરીની સેકંડોમાં જ ટોળાને છુટા પાડ્યા હતા. અને ત્યારબાદ ચુસ્ત બંદોબસ્ત વચ્ચે સવારી આગળ વધી હતી. યુવકો વચ્ચે કયા કારણોને લઇ મારામારી થઈ તે પણ એક સવાલ લોકોને મુંઝવી રહ્યો છે.