Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / દાહોદ : Police arrest 4 in fake NA land case

દાહોદમાં જમીનના નકલી NA કેસ મામલે પોલીસે કરી 4ની ધરપકડ

Timeછેલ્લું અપડેટ : 24 Feb 2025
લાઇવ ટીવીGoogle News
દાહોદમાં જમીનના નકલી NA કેસ મામલે પોલીસે કરી 4ની ધરપકડ

ગુજરાતભરમાંથી જ્યારે એક પછી એક કૌભાંડો બહાર આવી રહ્યા છે એવામાં દાહોદમાંથી જમીનને મામલે એક કાંડ પ્રકાશમાં આવ્યો છે. દાહોદમાં જમીનના નકલી NA કેસને મામલે જ્યુડિશિયલ કસ્ટડીમાં રહેલા મુખ્ય સૂત્રધાર શૈશવ પરીખ સહિત ચાર લોકોની ફરીથી અટકાયત કરવામાં આવી છે. તેમજ સીટીસર્વે કચેરીના શિરસ્તેદાર અને સર્વેયરની પણ ધરપકડ કરવામાં આવી છે.

App Store

નકલી NA હુકમમાં સજા ભોગવી રહેલા આરોપીઓની બીજા ગુનામાં ધરપકડ કરવામાં આવી છે. તાલુકા પંચાયત દ્વારા નોંધાયેલ ફરિયાદમાં આરોપીઓની સંડોવણી બહાર આવતા તેમની ધરપકડ કરવામાં આવી છે. આ મામલે 70 લોકો વિરૂધ્ધ ખોટા હુકમો બનાવવાની ફરિયાદ નોધાઇ હતી. પોલીસ દ્વારા આ ચારેય આરોપીઓના રિમાન્ડ મેળવવાની તજવીજ હાથ ધરવામાં આવી છે.