VIDEO: માંડવી હેરિટેજના રિસ્ટોરેશનમાં ધીમી કામગીરી સામે સવાલ
સોર્સ : gstv
વડોદરાના ઐતિહાસિક માંડવી હેરિટેજના રિસ્ટોરેશનને લઈને મહાનગરપાલિકાની કામગીરી સામે ફરી સવાલો ઉઠ્યા છે. હેરિટેજ જાળવણી માટે શરૂ કરાયેલા ‘તપ અને સંકલ્પ’ના 500 દિવસ પૂર્ણ થયા છતાં ગ્રાઉન્ડ પર રિસ્ટોરેશનની કામગીરી ધીમી ગતિએ ચાલી રહી હોવાના આક્ષેપો થયા છે. બે મહિના અગાઉ હેરિટેજ સેલે 15થી 20 ટકા કામગીરી પૂર્ણ થયાનો દાવો કર્યો હતો, પરંતુ RTI મારફતે પણ કામની પ્રગતિ અંગે સ્પષ્ટ માહિતી ન મળ્યાના આક્ષેપો થયા છે. કાગળ પર 20 ટકા કામગીરી દર્શાવાતી હોવા છતાં વાસ્તવિક સ્થિતિમાં પ્રગતિ ઓછી દેખાતી હોવાની ફરિયાદો વચ્ચે લોકોમાં અસંતોષ જોવા મળી રહ્યો છે.

