VIDEO: વડાપ્રધાન મોદીના વડોદરા આગમન પૂર્વે તંત્રની તૈયારીઓ તેજ, વિકાસકામોનું થશે લોકાર્પણ
સોર્સ : gstv
વડાપ્રધાન નરેન્દ્ર મોદીના આગામી 8 સપ્ટેમ્બરના વડોદરા પ્રવાસને લઈ વહીવટી તંત્ર દ્વારા તૈયારીઓ પૂરજોશમાં ચાલી રહી છે, જેના ભાગરૂપે અગ્ર સચિવ એમ. થેન્નારસન અને મ્યુનિસિપલ કમિશનર અરુણ મહેશ બાબુની ઉપસ્થિતિમાં ઉચ્ચસ્તરીય બેઠક યોજાઈ હતી. આઠ સપ્ટેમ્બરે વડોદરા કોર્પોરેશન અને વુડાના કુલ સાત વિકાસકામો જનતાને સમર્પિત કરવામાં આવશે, જેમાં VMCના અંદાજે 90 કરોડ 16 લાખના ખર્ચે પૂર્ણ થયેલા ત્રણ કામો પણ સામેલ છે. આ ઉપરાંત રેલવે અને નેશનલ હાઈવે ઓથોરિટીના વિવિધ પ્રકલ્પોનું પણ લોકાર્પણ કરાશે. વિકાસકામોની સાથે વડોદરામાં વિશેષરૂપે યુવા સંવાદ કાર્યક્રમનું પણ આયોજન કરવામાં આવ્યું છે.

