VIDEO: વડોદરામાં આવતીકાલે PM મોદીનો દોઢ કિમી લાંબો રોડ શો, સુરક્ષા વ્યવસ્થાને લઈ તંત્ર એક્શન મોડમાં
સોર્સ : gstv
વડોદરામાં નરેન્દ્ર મોદીના આગમનને લઈને તૈયારીઓ અંતિમ તબક્કામાં પહોંચી ગઈ છે. આવતીકાલે સાંજે પ્રધાનમંત્રી સરદાર ધામ-3ના લોકાર્પણ કાર્યક્રમમાં હાજરી આપશે. ત્યારબાદ તેઓ ગદા સર્કલથી એરપોર્ટ સુધી અંદાજે દોઢ કિલોમીટર લાંબો રોડ શો કરશે.
પ્રધાનમંત્રીના રોડ શોને લઈને શહેરમાં ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે અને મોટી સંખ્યામાં લોકો ઉમટે તેવી શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે. સુરક્ષા વ્યવસ્થા સહિત તમામ આયોજન માટે તંત્ર એક્શન મોડમાં આવી ગયું છે. વડાપ્રધાન વડોદરામાં અંદાજે દોઢ કલાક સુધી રોકાણ કરશે, જેને લઈને તંત્ર દ્વારા તનતોડ તૈયારીઓ કરવામાં આવી રહી છે.

