VIDEO: વડોદરામાં PM મોદીએ સરદારધામ-3નું લોકાર્પણ કર્યું, પ્રધાનમંત્રીને 'સરદાર ગૌરવ રત્ન' એવોર્ડથી કરાયા સન્માનિત
સોર્સ : GSTV
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વડોદરામાં સરદારધામ-3નું લોકાર્પણ કર્યું. સરદારધામ-3ના લોકાર્પણ બાદ પીએમ મોદીને 'સરદાર ગૌરવ રત્ન' એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા હતા. પીએમ મોદીએ પોતાના સંબોધનમાં કહ્યું કે, 'તમારા કાર્યક્રમનો હિસ્સો મને સુખદ લાગે છે અને લાગે છે કે ઘરમાં આવ્યો છું. કારણ કે તમારી વચ્ચે આવીને સમાજની શક્તિનો અહેસાસ થાય છે. જ્યારે ક્યાંય વાસ્તવિક બદલાવ થાય છે તે સમાજની સામુહિક તાકાતથી જ થાય છે. વડોદરામાં સરદાર ધામ સાથે જોડાયેલા મહત્વપૂર્ણ પ્રોજેક્ટનું લોકાર્પણ અને શિલાન્યાસ થઈ રહ્યો છે આજનો આ દિવસ પુણ્ય પર્વથી ઓછો નથી'

