VIDEO: વડોદરામાં ઓનલાઇન ન્યુડ વીડિયો કોલિંગ રેકેટનો પર્દાફાશ: માંજલપુર પોલીસે ફ્લેટ પર પાડ્યો દરોડો!
સોર્સ : gstv
વડોદરાના માંજલપુર વિસ્તારમાં દરબાર ચોકડી નજીક આવેલા એક ફ્લેટમાં પોલીસે દરોડો પાડીને ઓનલાઇન અશ્લીલ રેકેટ ચલાવતા મનિષ કનુભાઈ પઢીયાર નામના શખ્સને ઝડપી પાડ્યો છે. માંજલપુર પોલીસના સર્વેલન્સ સ્ટાફે બાતમીના આધારે કાર્યવાહી કરી ખુલાસો કર્યો હતો કે આરોપી બહારથી યુવતીઓને બોલાવી STRIPCHAT એપ મારફતે ન્યુડ વીડિયો કોલિંગ કરાવીને કમિશન મેળવતો હતો. પોલીસ દરોડા દરમિયાન ફ્લેટમાંથી ૩ લેપટોપ, ૨ ડેસ્ક કેમેરા અને આઈફોન-૧૫ સહિત રૂપિયા ૨૭ હજારનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે. આ મામલે આરોપી સામે BNS, ઇમ્મોરલ ટ્રાફિક પ્રિવેન્શન એક્ટ અને IT એક્ટ હેઠળ ગુનો નોંધીને પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

