Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / વડોદરા : New office bearers of Vadodara District Panchayat formally assumed office in Vijay Muhurat

VIDEO : Vadodara જિલ્લા પંચાયતના નવા પદાધિકારીઓએ વિજય મુહૂર્તમાં વિધિવત સંભાળ્યો કાર્યભાર

Timeછેલ્લું અપડેટ : 23 May 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : gstv

વડોદરા જિલ્લા પંચાયતના નવનિયુક્ત પદાધિકારીઓએ વિજય મુહૂર્તમાં વિધિવત કાર્યભાર સંભાળ્યો છે. પ્રમુખ જ્યોત્સનાબેન રબારીની આગેવાનીમાં મળેલી પ્રથમ બેઠકમાં વુમન પાવરની ખાસ ઝલક જોવા મળી હતી, જેમાં ત્રણ મહત્વના હોદ્દાઓ મહિલાઓને ફાળે આવ્યા છે. આ નવી ટીમમાં પ્રમુખ જ્યોત્સનાબેન રબારી, ઉપપ્રમુખ કમલેશ પટેલ, કારોબારી સમિતિના ચેરમેન કૈરવીબા વાઘેલા, શાસક પક્ષના નેતા રાકેશ ઠાકોર અને દંડક તરીકે મનીષા પરમારની નિમણૂક કરવામાં આવી છે. નોંધપાત્ર છે કે, આ તમામ પાંચેય પદાધિકારીઓ પ્રથમ વખત જિલ્લા પંચાયતનું પ્રતિનિધિત્વ કરી રહ્યા છે, જે વડોદરાના વહીવટી માળખામાં નવા યુગ અને મહિલા નેતૃત્વના ઉદયનો સુખદ સંકેત આપે છે.

App Store