VIDEO: ચિત્રા નક્ષત્રમાં નવરાત્રીનો પાવન પ્રારંભ, વડોદરામાં ૨૫ ફૂટ ઊંચી માતાજીની પ્રતિમા સ્થાપિત કરાઈ
સોર્સ : gstv
ચિત્રા નક્ષત્રમાં આજથી ભક્તિ અને શક્તિના અનોખા પર્વ આસો નવરાત્રીનો પ્રારંભ થતાં જ સંસ્કારી નગરી વડોદરામાં માઇભક્તોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. મા અંબાની આરાધના અને ઉત્સવને લઈને સમગ્ર શહેરમાં ખેલૈયાઓ અને આયોજકો દ્વારા આખરી તૈયારીઓ પૂર્ણ કરી દેવામાં આવી છે. વિવિધ ગરબા મંડળો અને આયોજકો દ્વારા માતાજીની સ્થાપનાની ઉત્સાહભેર તૈયારીઓ કરાઈ છે. ગત મોડી રાત્રે માતાજીની અંદાજે ૨૫ ફૂટ ઊંચી ભવ્ય પ્રતિમાને શોભાયાત્રા સાથે સ્થાપના અર્થે લાવી બિરાજમાન કરવામાં આવી હતી. નવરાત્રીના નવેય નોરતા દરમિયાન ખેલૈયાઓ અને ભક્તો માતાજીની ભક્તિભાવપૂર્વક આરાધના કરીને મન મૂકીને ગરબે ઘૂમશે, જેના પગલે સમગ્ર વડોદરા શહેર ભક્તિમય અને ઉત્સવમય બની ગયું છે.

