વડોદરામાં ભાજપનો આંતરિક વિખવાદ: સતીશ નિશાળીયાના ભારતી ભાણવડીયા પર આકરા પ્રહાર

વડોદરા જિલ્લા ભાજપ પ્રમુખ અંગે વાયરલ વિડિયો મામલે સતીશ નિશાળીયાએ વળતો પ્રહાર કર્યો છે. ભારતી ભાણવડીયા અંગે વર્તમાન પ્રમુખ સતીશ નિશાળીયાનો ખુલાસો કર્યો છે.
તેમણે કહ્યું હતું કે, બેનને દુઃખે છે પેટ અને કુટે છે માથું. ભારતીબેનને બેંકમાં ડિરેક્ટર બનવું હતું જેનો અમે વિરોધ કર્યો હતો જેથી તેઓ ડિરેક્ટર ન બની શક્યા. બેન અગાઉ બેંકમાં ચેરમેનની ઓફિસમાં જ બેસી રહેતા હતા જેનો પણ અમે વિરોધ કર્યો હતો. ભારતીબેનને અતુલ પટેલના કહેવાથી વાઘોડિયાના પ્રભારી બનાવ્યા હતા પરંતુ તેઓ પ્રાથમિક સભ્ય પણ ન હોવાનું ધ્યાને આવતાં અમે રાજીનામું લઇ લીધું. તેમજ અમે ટુંક સમયમાં વકીલની સલાહ લઇ કાયદાકીય કાર્યવાહી કરીશું.
આ પણ વાંચો : VIDEO: MS યુનિવર્સિટીની ગર્લ્સ હોસ્ટેલ પાસે યુવતીના હાથમાંથી ફોન લૂંટી શખ્સો ફરાર
વધુમાં તેમના પર વારંવાર થતા સુગર ભ્રષ્ટાચારના આરોપો વિશે તેમણે જણાવ્યું કે, રી-ઓડિટ કરાવો જો તેમાં કોઇ ભ્રષ્ટાચાર નિકળે તો હું જાહેર જીવન છોડી દઇશ.

