Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / વડોદરા : Innovative Approach to Token System at Sayaji Hospital to Control Crowds of Patients

VIDEO: દર્દીઓની ભીડ નિયંત્રિત કરવા સયાજી હોસ્પિટલમાં ટોકન સિસ્ટમનો નવતર અભિગમ

Timeછેલ્લું અપડેટ : 31 Aug 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : gstv

વડોદરાની સયાજી હોસ્પિટલમાં દર્દીઓની વધતી ભીડને નિયંત્રિત કરવા માટે નવતર ટોકન સિસ્ટમ શરૂ કરવામાં આવી છે. મધ્ય ગુજરાતની સૌથી મોટી સરકારી હોસ્પિટલમાં ગુજરાત ઉપરાંત રાજસ્થાન અને મધ્યપ્રદેશથી પણ મોટી સંખ્યામાં દર્દીઓ સારવાર માટે આવે છે. દર્દીઓ અને તેમના પરિવારજનોને લાંબી લાઈનો અને ભીડમાંથી રાહત મળે તેમજ સમયસર સારવાર મળી રહે તે હેતુથી આ વ્યવસ્થા શરૂ કરાઈ છે. ટોકન સિસ્ટમથી દર્દીઓને ક્રમબદ્ધ રીતે સારવાર માટે બોલાવવામાં આવશે અને હોસ્પિટલ પરિસરમાં ભીડને પણ નિયંત્રિત કરી શકાશે. અગાઉ લાંબી રાહ જોવાના કારણે દર્દીઓ અને સ્ટાફ વચ્ચે બોલાચાલી અને ઝઘડાના બનાવો બનતા હતા. હવે નવી વ્યવસ્થાથી દર્દીઓ તથા પરિવારજનોને રાહત મળે તેવી આશા છે.

App Store