VIDEO: સાવલીમાં એસ.ટી. બસોની અછતને કારણે વિદ્યાર્થીઓનો ચક્કાજામ વિરોધ
સોર્સ : gstv
વડોદરા જિલ્લાના સાવલી તાલુકામાં એસટી બસોની અછતને લઈને વિદ્યાર્થીઓ અને નોકરિયાતોમાં ભારે રોષ જોવા મળ્યો છે. વડોદરા-સાવલી વાયા ઉદ્દલપુર-ગોધરા રૂટની બસોમાં ક્ષમતા કરતા વધુ મુસાફરો ભરાતા લોકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. સ્થાનિકોના જણાવ્યા મુજબ એક જ બસમાં 100થી વધુ મુસાફરો મુસાફરી કરતા વિદ્યાર્થીઓને દરવાજા પાસે અને ઉભા રહી જોખમી મુસાફરી કરવાની ફરજ પડે છે. સમસ્યાના વિરોધમાં વિદ્યાર્થીઓ અને મુસાફરોએ બસ રોકી ચક્કાજામ કર્યો હતો. વારંવાર રજૂઆતો છતાં ઉકેલ નહીં આવતા વધુ એક એસટી બસ શરૂ કરવાની માંગ સાથે આગામી દિવસોમાં ઉગ્ર આંદોલનની ચીમકી આપવામાં આવી છે.

