Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / વડોદરા : Huge ruckus of beneficiaries not getting ration to cheap grain shops in Kevadabagh, Vadodara

VIDEO: વડોદરાના કેવડાબાગમાં સસ્તા અનાજની દુકાને રાશન ન મળતા લાભાર્થીઓનો ભારે હોબાળો

Timeછેલ્લું અપડેટ : 28 Sept 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : gstv

વડોદરાના નવાપુરા કેવડા બાગ વિસ્તારમાં આવેલી સસ્તા અનાજની દુકાને રાશન મુદ્દે મામલો ગરમાયો છે. મધુવન કોમ્પલેક્ષની દુકાન નંબર ૨૭ પર લાભાર્થીઓએ એકત્ર થઈને ભારે હોબાળો મચાવ્યો હતો. છેલ્લા ત્રણથી ચાર મહિનાથી અનાજ ન મળતું હોવાનો અને વારંવાર અંગૂઠો  લગવલલગાવવા છતાં રાશન વંચિત રખાતા હોવાનો લાભાર્થીઓએ આક્ષેપ કર્યો છે. વિતરણમાં ગફલત થવા બાબતે લોકોએ દુકાન સંચાલક ભાવેશ ખારવા સામે ગંભીર સવાલો ઉઠાવ્યા છે. સામે પક્ષે સંચાલકે સ્પષ્ટીકરણ આપતા જણાવ્યું કે રેશનકાર્ડ પર અંગૂઠો લગાવવો ફરજિયાત છે અને અંગૂઠો ન લગાવનારને અનાજ મળતું નથી. ત્યારે હવે આ સમગ્ર મુદ્દે તંત્ર તપાસ કરશે કે કેમ તે સવાલ છે.

App Store
ટોપિક્સ:GSTV NewsGujarati Newsvadodara