VIDEO: વડોદરાના અટલાદરામાં જ્ઞાનયજ્ઞ સ્કૂલ પાસે ગટરના ગંદા પાણીનો નિકાલ ન થતાં રોગચાળાની ભીતિ
સોર્સ : gstv
વડોદરાના અટલાદરા વિસ્તારમાં આવેલા જ્ઞાનયજ્ઞ સ્કૂલના માર્ગ પર ગટરનું ગંદુ પાણી ફરી વળતાં વિદ્યાર્થીઓ ભારે હાલાકી ભોગવી રહ્યા છે. મહાનગરપાલિકા દ્વારા વરસાદી પાણીના યોગ્ય નિકાલનો અભાવ અને ડ્રેનેજ લાઈનો લીકેજ થવાના કારણે આ ગંભીર સમસ્યા સર્જાઈ છે. સ્કૂલે આવવા-જવા માટે બાળકો ગંદા પાણીમાંથી પસાર થવા મજબૂર બનતાં તેમના આરોગ્ય સામે જોખમ ઊભું થયું છે. ગંદકીના લીધે વિદ્યાર્થીઓને ચામડીના રોગ થવાની ચિંતા વધી ગઈ છે. આ બાબતે સ્થાનિકો દ્વારા તંત્ર સમક્ષ અનેક રજૂઆતો કરવામાં આવી હોવા છતાં હજુ સુધી કોઈ ઉકેલ આવ્યો નથી. પાલિકાની આ ઘોર બેદરકારી અને નબળી કામગીરી સામે સ્થાનિક રહીશોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.

