Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / વડોદરા : Heartbreaking rescue of a bird trapped on a 50-foot tower in Chhani

Video: Vadodaraના છાણીમાં 50 ફૂટ ઊંચા ટાવર પર ફસાયેલી સમડીનું દિલધડક રેસ્ક્યૂ

Timeછેલ્લું અપડેટ : 07 Jan 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : GSTV

વડોદરા ફાયર વિભાગે જીવદયાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે. શહેરના છાણી TP-13 વિસ્તારમાં આવેલી મિલિટરી બોયઝ હોસ્ટેલ પાસે એક ટાવર પર ફસાયેલી સમડીને ફાયર વિભાગની ટીમે સુરક્ષિત બચાવી લીધી હતી.

App Store

મળતી માહિતી મુજબ, છાણી TP-13 મિલિટરી બોયઝ હોસ્ટેલ પાસે આવેલ અંદાજે 40 થી 50 ફૂટ ઊંચા ટાવર પર એક પક્ષી ફસાયું હોવાનો કોલ ફાયર બ્રિગેડને મળ્યો હતો. ઘટનાની ગંભીરતા જોઈ ફાયરની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી ગઈ હતી. ત્યાં પહોંચીને જોતા માલૂમ પડ્યું હતું કે એક સમડી ટાવરના ઉપરના ભાગમાં ફસાઈ હતી. 

ટાવરની ઊંચાઈ વધુ હોવા છતાં, અબોલ જીવને બચાવવા માટે ફાયરના જવાનોએ જરા પણ વિલંબ કર્યા વગર રેસ્ક્યૂ કામગીરી શરૂ કરી હતી અને જીવના જોખમે પક્ષીને બચાવ્યું હતું.  રેસ્ક્યૂ દરમિયાન અન્ય પક્ષીઓ પણ ટાવર નજીક ફરતા હતા,તેઓ સમડી પર હુમલો ન કરે તે માટે સાવચેતી રાખીને સમડીને સુરક્ષિત નીચે લાવીને વન વિભાગને સોંપવામાં આવી હતી.